દેશ-વિદેશ
News of Monday, 26th April 2021

સ્પેનમાં કોરોના ફેલાવવાના ગુનાહમાં 40 વર્ષીય આધેડની ધરપકડ

નવી દિલ્હી: સ્પેઈનમાં એક વ્યક્તિની સંક્રમણ ફેલાવવાના ગુના અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આ 40 વર્ષના આધેડ પર એવો આરોપ છે કે, તેણે 22 લોકોને કોરોના વાયરસથી સંક્રમીત કર્યા છે. આરોપીને ઉધરસ અને 40 ડિગ્રી સુધી તાવ હોવા છતાં પણ કામે જવાનું યથાવત રાખ્યું હતું.

જેના કારણે એની સાથે કામ કરતા 22 લોકો સંક્રમીત થયા હતા. પોલીસે આરોપીના નામનો કોઈ ખુલાસો કર્યો નથી. પણ એટલું કહ્યું હતું કે, કેસ મેજારકા સિટીનો છે. આરોપીના સાથીઓએ આરોપ મૂક્યો હતો કે, તેણે કામ દરમિયાન એમની નજીક આવીને પોતાનું માસ્ક ઊતારીને ઉધરસ ખાધી અને કહ્યું હતું કે, તે તમામ લોકોને સંક્રમીત કરવા માટે જઈ રહ્યો છે. ત્યાર બાદ એના પાંચ સાથી મિત્રો અને જીમ જનારા અન્ય ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોપીના સંપર્કમાં આવેલા એના પરિવાર સહિત અન્ય 14 લોકો પણ સંક્રમીત થયા છે. જેમાં ત્રણ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીમાં ઘણા દિવસોથી કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા હતા. તેમ છતાં તેણે ઘરેથી કામ કરવાનો ઈન્કાર કર્યો. તે સતત પોતાની ઓફિસે જતો હતો. જેના કારણે સંક્રમણ ફેલાયું છે. પરિવારના દબાણ બાદ એક વખત સાંજના સમયે તે RTPCR ટેસ્ટ કરાવવા માટે ગયો હતો.

(5:59 pm IST)