દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોમાં 11 ભારતીયોનો સમાવેશ

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઇસ્ટર સન્ડે પર થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 200 થી વધુ લોકોનાં મોત થયા છે , મૃતકોમાં 11 ભારતીયો પણ સામેલ છે. હવે શ્રીલંકાના પશ્ચિમ તટ અને કોલંબોના ઉત્તરમાં સ્થિત નેગોંબોમાં રહેતા પાકિસ્તાની ઇમિગ્રન્ટ્સને સ્થાનિક લોકો નિશાન બનાવી રહ્યા છે અને તેમના પર હિંસક હુમલાઓ થઇ રહ્યા છે.બુધવારે હજારો શરણાર્થી કોમ્યુનિટી નેતાઓ દ્વારા આયોજિત બસોમાં બેસી નેગોંબોથી ભાગવા મજબૂત બન્યા હતા. શરણ ઇચ્છતા લગભગ 800 પુરૂષ , મહિલા અને બાળકો UNHRC ( યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ) દ્વારા આપવામાં આવેલા ઘરોમાં રહે છેતેઓને તેમના સિંહલીસ , ખ્રિસ્તી અને મુસ્લિમ મકાન માલિકોએ અસ્થાયી ઘરોમાંથી બહાર કાઢી મુક્યા છે. કારણ કે સ્થાનિક લોકોને ડર છે કે , પાકિસ્તાની મુસ્લિમોની કોઇ આતંકવાદી સાથે લિંક હોઇ શકે છે.

(6:46 pm IST)