દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

મહેંદીમાં ગાઢો રંગ લાવવા માટેની ટીપ્સ

 મહેંદી લગાવતા પહેલા હાથ એદમ સારી રીતે ધોઈને સાફ કરી લો, નીલગીરી અથવા મહેંદીનું તેલ જરૂરથી લગાવો.

 મહેંદીને જેટલો વધુ સમય હાથમાં લવાવીને રાખી શકો ત્યાં સુધી રાખો, ઓછામાં ઓછા ૫ કલાક તો રહેવા જ દો.

 જ્યારે મહેંદી હલ્કી-હલ્કી સુકાઈ જાય ત્યારે લીંબુ અને ખાંડનું મિશ્રણ લગાવો. આ મિશ્રણ મહેંદીને નિકળવા નહિં દે.

 જ્યારે પણ મહેંદી ઉખાડો, હાથથી ઉખાડો-પાણીથી નહિં.

 મહેંદીનો રંગ હલકો જોવા પર તેના પર બામ, આયોડેકસ, વિકસ લગાવો. જેનાથી હાથ ગરમ થશે અને ગાઢો રંગ આવશે.

 જો તમે ઈચ્છો તો લવીંગ નો ધુમાડો કે અચારનું તેલ ઉપયોગ કરી શકો છો.

 પાણી લગાવ્યા વિના મહેંદીવાળી હથેળીઓ પર ચૂનો મસળવાથી પણ મહેંદીનો રંગ ગાઢો આવે છે.

 મહેંદી લગાવ્યા પછી તેને નીકાળવાની જલ્દી ના કરો, કુદરતી રીતે સૂકાવી, નીકળવા દો.

કોઈ પ્રોગ્રામમાં શામેલ થવાનું હોય તો બે દિવસ પહેલા જ મહેંદી લગાવી દો, જેથી તેનો રંગ સરસ આવે.

(9:49 am IST)