દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

પાકી કેરી ખાવાના આ ફાયદાઓ જાણીને તમે દરરોજ કેરી ખાશો !

કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, મેંગોમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છે કે આને ફળનો રાજા કહેવાય છે. એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપૂર હોય છે. કેરીમાં વિટામીન-સી ઉપરાંત એનર્જી, ફાઈબર, કાર્બોહાઈડ્રેડ, ર્પ્રોટીન, ફેટ, વિવિધ પ્રકારના સૉડીયમ, પૉટેશીયમ, કેલ્શિયમ, કૉપર વગેરેે જેવા આવશ્યક તત્વો હોય છે. . પાકેલી કેરી ખાવાથી શરીરના સાત ધાતુ એટલેકે રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્યની વૃદ્ધિ થાય છે.

. પાકેલી કેરી દુબળા પતલા બાળકો, વૃધ્ધો અને શરીરે નબળા લોકો માટે સર્વોત્તમ ઓષધી છે.

. પાકેલી કેરીનો ચૂસીને ખાવાથી આંખના રોગો દુર થાય છે.

. દૂધમાં કેરીનો રસ નાખીને પીવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે અને વીર્ય બને છે.

. ગરમીમાં વારંવાર કેરીનો રસ પીવાથી શરીરમાં શકિત મળે છે.

.કેરીના રસમાં સિંધવ મીઠું તથા ખાંડ મેળવીને પીવાથી ભૂખ વધે છે.

(4:38 pm IST)