દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

સ્ટાઈલીશ દેખાવા માટે યૂઝ કરો સ્ટાઈલીશ હેન્ડબેગ

મહિલાઓ અને છોકરીઓ ગમે તેટલી ખૂબસુરત હોય, એમની અસલી ખૂબસૂરતી તો શંૃગાર બાદ  જ નિખરે છે. સુંદર પોષાક, મેકઅપ અને ઘરેણાંની સાથે મેચીંગ પર્સના હોય તો બધી જ ખૂબસુરતી બાજુએ રહી જાય છે.

પર્સ અથવા બેગ આજના જમાનામાં ફકત સુંદર દેખાવ પૂરતાં જ નથી,સ્ટેટસ સીમ્બોલ પણ છે. મહિલા ચાહે હાઉસ વાઈફ હોય કે સ્કૂલ-કોલેજ જવાવાળી છોકરી હોય પર્સ અથવા હેન્ડબેગ તેમના માટે ફેશન ઉપરાંત અન્ય જરૂરતોને પણ પૂરી કરે છે. જેવી રીતે કોલેજની છોકરીઓ અને કામકાજી મહિલાઓ માટે ઘરેણાં, વસ્ત્ર, સેંડલ વગેરે જરૂરી છે. તેવી જ રીતે સુંદર પર્સ પણ જરૂરી છે. જેનાથી વ્યકિતને એક અલગ લુક તો મળે જ છે સાથે સાથે નાની-મોટી ચીજો મૂકવા માટે  પણ એટલી જ ઉપયોગી છે. આથી, જ્યારે પણ આપ પર્સ અથવા હેન્ડબેગ  ખરીદવા જાઓ ત્યારે તેની ઉપયોગિતા, તેનો દેખાવ વગેરે તમામ બાબતો ધ્યાનમાં રાખજો.

આપને એવા પ્રકારની પર્સ કે હેન્ડબેગ જરૂરી છે જેમાં નિયમિત ઉપયોગની બધી જ નાની-મોટી ચીજો સમાઈ શકે, પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે પર્સ અથવા હેન્ડબેગ જરૂરતથી વધારે મોટું ના હોય. તેની સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તેમાં ઘણાં બધા ખાના હોય. જેથી તમારી નાની-મોટી વસ્તુઓ આસાનીથી મૂકી ને જરૂરીયાત સમયે આસાનીથી કાઢીને ઉપયોગમાં લઈ શકાય. આના માટે કેનવાસ અને ચામડાની કેટલાંય પ્રકારની બેગ બજારમાં મળી રહે છે.

પર્સ અથવા બેગ ખરીદતી વખતે સહુથી પહેલા તો પર્સનો રંગ, ડિઝાઈન અને આકાર તમારી પસંદનો હોય. તેનું ખાસ ધ્યાન રાખો. પર્સનો આકાર ફીટ નહિં હોય તો તે તમારી હાજરીને પ્રભાવિત કરશે. જો આપની ઊંચાઈ વધારે હોય તો લાંબી બેગ તમારા વ્યકિતત્વ સાથે મેળ ખાશે, જો ઊંચાઈ ઓછી હોય તો નાનું બેગ કે પર્સ જ લેવું. જે આપના વ્યકિતત્વ નિખારશે.

આજકાલ ર્જ્યટ, રેકિઝન, ફાઈબર અને નાયલોનનાં બનેલા પર્સ દરેક વર્ગની મહિલાઓની પહેલી પસંદ છે. સાંજના સમયે અને પાર્ટી વગેરેમાં જવા દરમ્યાન અલગ-અલગ પ્રકારનાં ફેન્સી પર્સના ઉપયોગ કરી શકો છો.

આપને કેટલીયે જાતનાં ડિઝાઈન, સાનેરી કામનાં કઢાઈવાળા, મોતીકામવાળા અને ગોલ્ડન-સોનેરી ચેનવાળા પર્સ બજારમાં આસાનીથી મળી શકે છે. આવા પર્સ જરૂરતથી વધારે મોટા ના હોવા જોઈએ.

(9:48 am IST)