દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

વેનેઝુએલામાં 2008માં લોન્ચ કરવામાં આવેલ પ્રથમ સંચાર ઉપગ્રહ સિસ્ટમમાં ખરાબી આવતા સેવાથી બહાર કરવામાં આવ્યું

નવી દિલ્હી: વેનેઝુએલાની સરકારે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ સિસ્ટમમાં ખરાબી આવી જતા સેવાથી બહાર કરી દેવામાં આવ્યું છે.

     સાયન્સ અને ટેક્નોલોજી મિનિસ્ટરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિસ્ટમમાં ખરાબી આવી જવાના કારણોસર સાઈમન બોલીવર ઉપગ્રહ હવે સંચાર માટે કામ નથી કરી રહ્યું.અંતરિક્ષ ગતિવિધિઓ પર પર નજર રાખનારી બોલીવિરિયન  એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઉપગરનો ઉપયોગ ટેલિવિઝન સંકેતોને પ્રસારિત કરવાની સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શન અને મોબાઈલ ટેલિફોન ઉપયોગ માટે પણ કરવામાં આવતો હતો.

(6:33 pm IST)