દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

અમેરિકામાં ફસાયેલ ભારતીય છત્રોની મદદ કરી રહ્યા છે ભારતવંશી

નવી દિલ્હી:અમેરિકામાં નવા કોરોના વાયરસનું સંક્ર્મણ ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે જેના કારણોસર ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે આ ચક્કરમાં ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમને આ સંકટમાં મદદ કરવા માટે ભારતીય મૂળના નાગરિકોએ આગળ હાથ કર્યો છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાના ઘણા રાજ્યોમાં લોકડાઉન જાહેર થવાના કારણોસર મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે તેમની મદદ માટે ત્યાં રહેતા ભારતીય મૂળના હોટલ તેમજ કારોબારી લોકો સામે આવ્યા છે તેમને આ વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવા માટેની મફતમાં સેવા પુરી પાડવાની વાત કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)