મેક્સિકોમાં આ ક્યૂટ ડોગી હાલમાં બન્યો સોશિયલ મીડિયામાં સ્ટાર:આઇસોલેશનમાં સારવાર લઇ રહેલ માલિકની કરી આ ઈચ્છા પૂર્ણ
નવી દિલ્હી: Corona વાયરસ કરોડો લોકો ઘરોમાં કેદ છે. ઘણાં લોકો ઘરે જ અનેક પ્રકારના કામ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. તેવામાં એક શ્વાને પોતા માલિક માટે એવું કામ કર્યુ છે કે તે ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે. આ શ્વાને પોતાના માલિકની એવી ઇચ્છા પૂરી કરી અને તે પણ કોઇની મદદ વિના.આ ઘટના છે મેક્સિકોના એંતોનયો મુનોજના ઘરી. એંતોનિયા મુનોજ પોતાના ઘરમાં કેદ છે. એટલે કે સેલ્ફ આઇસોલેશનમાં છે. તેની સાથે તેનો એક શ્વાન પણ રહે છે. તે ખૂબ જ નાનો અને ક્યૂટ છે.
આ શ્વાન ચિહુઆહુઆ પ્રજાતિનો છે. આ શ્વાને જે કામ કર્યુ છે તે ખૂબ જ પ્રશંસનીય છે. થયું એવું કે એંતોનિયોને અચાનકથી ચિપ્સ ખાવાનું ખૂબ મન કરી રહ્યું હતુ. પરંતુ તે લોકડાઉનના પગલે બહાર નથી આવી શકતો. તેવામાં તેણે પોતાના શ્વાનન ઓજોને ચિપ્સ લાવવા માટે ઘરની સામે આવેલી દુકાન પર મોકલ્યો. શ્વાનના ગળાના પટ્ટા પર લખીને તેણે સમજાવ્યું કે તેને શું જોઇએ છે. તે પટ્ટા પર તેણે 20 ડોલરની નોટ પણ લગાવી દીધી.