દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

કોરોનના કારણોસર ન્યુઝીલેન્ડમાં એક મહિના માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: દુનિયામાં બહુ ઓછા લોકો લોકડાઉનથી દૂર રહ્યા છે પણ હવે તે પણ કોરોનાની ઝપટમાં આવતા લોકડાઉન જાહેર થવા લાગ્યુ છે. ન્યુઝીલન્ડમાં કોરોનાના કારણે 283 પોઝીટીવ કેસ નોંધાયા અને અહીના વડાપ્રધાન જેસીંડા આર્ડન એ દેશમાં ચાર સપ્તાહનું લોકડાઉન જાહેર કર્યુ છે અને વિદેશથી આવતા તમામ લોકોને સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે. આજે આ લોકડાઉન જાહેર થયુ છે જેના કારણે ન્યુઝીલેન્ડમાં લોકો આવશ્યક ચીજોની ખરીદી માટે કતાર લગાવવા માંડયા છે અને ખાવાપીવાની ચીજો ઉપરાંત ટીશ્યુ પેપરની ખરીદી વધી જતા અહી એક વ્યક્તિને ટીશ્યુ પેપરના બે પેકથી વધુ વપરાશે નહી. સ્કુલ, કોલેજ, લાયબ્રેરી, રેસ્ટોરા તથા પબ બંધ કરવાનો આદેશ છે. ચાર સપ્તાહ સુધી કોઈ દુકાનો ખુલશે નહી તો બીજી તરફ સરકારે દરેક કામદારને 500 ન્યુઝીલેન્ડ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે. અહી રહેતા ભારતીયો સહિતના વિદ્યાર્થીઓ માટે હવે નવી મુશ્કેલી ઉભી થઈ છે અને તેઓને પણ સ્વદેશ ચાલ્યા જવાની છૂટ આપવામાં આવી છે.

(6:27 pm IST)