દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

બ્રિટિશ સૈનિકની ૧૦૪ વર્ષ જુની યુધ્ધ ડાયરી ૨,૩૫,૦૦૦ રૂપિયામાં વેચાઇ

લંડન,તા.૨૬: એક યુવાન બ્રિટિશ સૈનિકે ૧૯૧૬માં થયેલા યુદ્ઘની ભયાનકતા વર્ણવતી એક અંગત ડાયરી લખી હતી. લગભગ એક સદી પહેલાં પ્રાઇવેટ આર્થર એડવર્ડ ડિગિન્સે લખેલી આ ઐતિહાસિક જર્નલ મિડલેન્ડ્સમાં ધૂળ ખાતી મળી આવી હતી. પેન્સિલથી લખાયેલી આ જર્નલમાં પ્રથમ વિશ્વયુદ્ઘ દરમ્યાન લગભગ ૩૦,૦૦૦ લોકોના જીવ લેનારા લોહિયાળ યુદ્ઘની વાસ્તવિકતા ચીતરવામાં આવી હતી. ૧૦૪ વર્ષ જૂની આ ડાયરીની હરાજી કરનારાઓને શુક્રવારે યોજાયેલી લિલામીમાં ૩૦૦થી ૪૦૦ પાઉન્ડ મળવાની આશા હતી. પરંતુ એના ૨૬૦૦ પાઉન્ડ નીપજયા હતા.

આ યુદ્ઘ ડાયરીના ઓકશન સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા મુજબ તેમને કલ્પના પણ નહોતી કે એક અદના સૈનિકની ડાયરી માટે લોકોનો આટલો બહોળો અને ઉત્સાહજનક પ્રતિસાદ મળશે.

(3:42 pm IST)