દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

આ ડીજે ભાઇએ ઇન્સ્ટાગ્રામ લાઇવ દસ લાખની પાર્ટી હોસ્ટ કરી

ન્યુયોર્ક,તા.૨૬: જેમને સોશ્યલાઇઝિંગ અને પાર્ટી વિના એક દિવસ પણ ચાલતું નથી એવા લોકોને ઘરમાં લોક થઈને બેસી રહેવાનું કેટલી મોટી સજા લાગતી હશે? જોકે એને માટે પણ અમેરિકન સેલિબ્રિટી ડીજે ડી-નાઇસે મજાનો ઉકેલ પુરો પાડ્યો હતો. તેણે સતત. ૧૦ કલાકની ઇન્સ્ટાગ્રામ પાર્ટી હોસ્ટ કરીને અનોખી રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગનો સંદેશ આપ્યો. આ દરમ્યાન લગભગ દસ લાખ લોકોએ આ પાર્ટી ઓનલાઈન માણી હતી. કોરોના વાઇરસના ભયને કારણે

અમેરિકામાં લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઘરમાં કેદ થયેલા લોકો ટીવી, વેબ-સિરીઝ અને ઓનલાઇન ગેમ રમીને સમય પસાર કરી રહ્યા છે. આવામાં ડી-નાઇસે ઇન્સ્ટાગ્રામ લાઇવના ફિચરની સહાયથી શનિવારે ઇન્સ્ટાગ્રામ પાર્ટી હોસ્ટ કરી જેમાં લગભગ દસ લાખ ફોલોઅર્સ જોડાયા. બધાએ પોતપોતાના ઘરમાં રહીને પાર્ટીનો આનંદ ઉઠાવ્યો. સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી આ પાર્ટી બીજા દિવસે સવાર સુધી ચાલી હતી.

(3:41 pm IST)