દેશ-વિદેશ
News of Thursday, 26th March 2020

બટાટાનો ઉભો પાક રોગચાળામાં એકાંતવાસ ભોગવતા લોકોને વહેચી દીધો આ ખેડૂત મહિલાએ

લંડન,તા.૨૬: ઇંગ્લેન્ડના નોર્થ યોર્કશરની રહેવાસી ૫૧ વર્ષની મહિલા સુસાન હર્ડમેનને ૨૦૧૦માં લોટરી લાગ્યા પછી તેમણે ખેતી અને બાગાયતી શરૂ કરી હતી. તાજેતરમાં કોરોના વાઇરસનો રોગચાળો શરૂ થયા પછી લોકોને અંધાધૂંધ ખરીદી કરતાં જોઈને સુસાને તેનાં ખેતરોમાં ઊપજતા બટાટા લોકોને વહેંચવાનો  નિર્ણય લીધો હતો. તેના શહેર અને આસપાસના લોકોને માટે એ વહેંચણીની જાહેરાત પણ તે મહિલાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કરી હતી. સુસાનને પીઠ અને પગના દુખાવાની વ્યાધિઓ હોવા છતાં સવારે આઠ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ખેતરમાંથી બટાટા ચૂંટીને લોકોને આપવાનું કામ કરે છે. લોકો તેને એવા સંદેશા મોકલે છે કે આજના સખત સ્વાર્થી વિશ્વમાં તમે અમારા ચહેરા પર સ્મિત રેલાવ્યું છે, એ માટે આપનો આભાર. લોકપ્રતિનિધિઓ પણ સુસાનના કામની પ્રશંસા કરે છે.

(3:41 pm IST)