દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

નાઇજીરિયામાં એક શાળામાં સામુહિક અપહરણની ઘટનાથી ચકચાર

નવી દિલ્હી:નાઇજીરિયામાં એક શાળામાં સામુહિક અપહરણની ઘટના સામે આવી હે જેમાં સેંકડો બાળકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે શાળામાં શિક્ષકો દ્વારા વાતની જાણકારી આપવામાં આવી રહી છે. શુક્રવારના રોજ સવારના સમયે થોડાક બંદૂકધારીઓએ શાળા પર હુમલો કર્યો હતો જેમાં જામફારાના ઉત્તર પશ્ચિમમાં એક શાળામાં બાળકોનું અપહરણ કરાવામાં આવ્યું હોવાનું ત્યાંના ગવર્નરવા પ્રવક્તાએ જણાવ્યું છે કે હાલના સમયમાં અવારનવાર શાળાઓને નિહં બનાવવામાં આવી રહી છે અને બાળકોના અપહરણ કરવામાં આવ રહ્યા છે. ગયા અઠવાડિયે નાઇજીરિયામાં 27 વિદ્યાર્થીઓ સહીત લગભગ 42 લોકોનું અપહરણ કરવામાં અવાયું હતું જેની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(5:13 pm IST)