ઓસ્ટ્રેલિયામાં બરુલી અલ્સર નામની નવી બીમારી ભયાનક સ્તરે ફેલાઈ રહી હોવાનું હેલ્થ વિભાગનું તારણ
નવી દિલ્હી; કોરોના મહામારી (Corona Virus)ની કડાકુટમાંથી હજી ઉગર્યા નથી ત્યાં ઓસ્ટ્રેલિયા (Australia) માં તો એક નવી જ બિમારી સામે આવી રહી છે. જેમાં વ્યક્તિના શરીરનું માસ જ ખવાઈ જાય છે. આ બીમારીનું નામ છે બુરૂલી અલ્સર (Buruli Ulcer) કે જે ભયાનક સ્તરે ફેલાઈ રહી છે. વિક્ટોરિયા હેલ્થ વિભાગે આ બિમારીને લઈને ચેતવણી પણ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં આ બિમારીના અનેક કેસ સામે આવ્યા છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને સ્વાસ્થ્યકર્મીઓને સચેત રહેવા કહી દેવામાં આવ્યું છે. બુરૂલી અલ્સર પર્યાવરણમાં રહેલા માઈકોબેક્ટીરિયમ અલ્સરાન (Mycobacterium Ulcerans) નામના બેક્ટેરિયાના કારને થાય છે.
ઓસ્ટ્રેલિયામાં સામે આવેલી આ બિમારીમાં દર્દીના શરીરમાનું માસ જ ખવાઈ જાય છે. ઓસ્ટ્રેલીયામાં એક વ્યક્તિના પગમાં એક લાલ નિશાન બની ગયું હતું. ત્રણ સપ્તાહ બાદ તેમાં કાણું પડી ગયું હતું. આ ઘટના ગત વર્ષ એપ્રિલ મહિનાની છે જ્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો હતો. તબીબોએ કહ્યું હતું કે, તે સાજો થઈ જશે પરંતુ થોડા દિવસ તે વ્યક્તિને તે કાણાંમાંથી હાડકાઓ દેખાવવા લાગ્યા. આ કાણું એક ટેબલ ટેનિસના બોલ જેટલું મોટું થઈ ગયું. એક સપ્તાહની તપાસ બાદ જાણ થઈ કે તે વ્યક્તિને માંસ ખાવાવાળી બીમાર બૂરુલી અલ્સર થઈ છે.