દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

અમેરિકાના ઓક્લાહોમમાં ત્રણ લોકોની હત્યા કરી એક આરોપીએ મહિલાનું હદય કાઢી બટેટા સાથે રાંધ્યું

નવી દિલ્હી: અમેરિકાનાં ઓકલાહોમમાં એક કાળજુ કંપાવતી ઘટના બની હતી. ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીએ એક મહિલાના શરીરમાંથી હૃદય કાઢીને તેને બટેટા સાથ રાંધ્યુ હતું.ઓકલાહોમાનાં નિવાસી આરોપીનું નામ લોરેન્સ પોલ એન્ડરસન છે.કેસની તપાસ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે એન્ડરસને કથિત રીતે પોતાની પાડોશી મહિલાની હત્યા કરી હતી એટલુ નહિં તેનુંહૃદય બહાર કાઢીને હૃદય લઈને પોતાના કાકાનાં ઘેર ગયો હતો. જયાં બટેટા સાથે હૃદયને તેણે પકાવ્યુ હતું. અલબત રિપોર્ટમાં પણ જણાવાયું હતું કે તેણે હૃદયને તેના કાકા અને કાકીને ખવડાવવાની કોશીશ પણ કરી હતી. બાદમાં સનકી એન્ડરસને કાકા-કાકી પર પણ હુમલો કરેલો.જેમાં કાકાનું મોત થયેલુ અને કાકી ઘાયલ થઈ ગયા હતાએન્ડરસનની હેવાનિયત અહીથી નહોતી અટકી તેણે દંપતીની ચાર વર્ષિય પૌત્રીની પણ હત્યા કરી નાખી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે એન્ડરસન પોતાના પરિવારને રાક્ષસોથી મુકત કરાવવા માટે હૃદયને બટેટા સાથે; પકાવ્યુ હતું. તે પોતાના પુરી પરિવારને ખવડાવવા માંગતો હતો.

(5:12 pm IST)