દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો

લંડન, તા.૨૬: છોકરા અને છોકરી વચ્ચે Kiss કરવી એ સામાન્ય વાત છે. પરંતુ એક પ્રેમી-કપલ વચ્ચે એવી રીતે Kiss થઈ કે વિશ્વભરમાં આ Kissદ્ગટ કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. શું તમે એવું કયારે સાંભળ્યું છે કે Kiss કર્યા બાદ છોકરો ગૂંગો થઈ ગયો. હાં આ વાત સાંભળીને જરુર આશ્યર્યમાં મૂકાય જશો. છોકરીએ છોકરાને એવી રીતે Kiss કરી કે તે હવે કયારે પણ બોલી નહીં શકે. આ કિસ્સો દુનિયાભમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

આ મામલો સ્કોટલેન્ડનો છે. સ્કોટલેન્ડની રાજદાની એડિનબર્ગમાં આ સનસનાટીભર્યો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં જેમ્સ મેકેન્ઝી અને છોકરી બેથની રિયાન વચ્ચોનો છે. જેમ્સ મેકેન્ઝી નામના ૨૭ વર્ષના યુવકનો બેથની સાતે રસ્તા પર ઝઘડો થયો હતો.

લાંબા સમય સુધી બન્નેનો ઝઘડો રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાર બાદ અચાનક છોકરીએ છોકરાને Lips Kiss કરવાનું શરૂ કરી દીધું. ઝઘડા વચ્ચે છોકરી દ્વારા કિસ છોકરા માટે પણ આઘાતજનક રહ્યું હતું. છોકરી થોડીવાર માટે છોકરાને કિસ કરી રહી હતી.છોકરીએ કિસ કરતા દરમિયાન એવું કર્યું કે છોકરાનાં હોંશ ઉડી ગયા. છોકરીએ કિસ કરતી વખતે છોકરાની જીભ જોરથી પકડી લીધી. જીભ ફકત પકડી જ નહીં પરંતુ તેણે દ્યણી જોરથી કિસ કરીને છોકરાની જીભ કપાઈ ગઈ અને છોકરાની જીભ છોકરીના મોંઢામાં આવી ગઈ.

જીભનો ટુકડો રસ્તા પર પડી ગયો અને ત્યાર બાદ કોઈ પક્ષી આવીને તરત તે જીભના ટુકડાને લઈને ઉડી ગયો. છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાર બાદ ડોકટરોએ જણાવ્યું કે છોકરાની જીભ સંપૂર્ણપણે કપાઈ ગઈ છે એટલે હવે તે કયારે પણ બોલી નહીં શકે.

ડેઈલી મેલના સમાચાર મુજબ છોકરાએ છોકરી વિરૂદ્ઘ કેસ નોંધ્યો છે. તેમ જ છોકરીએ કહ્યું કે તેનો ઝઘડો થયો હતો. એટલે અચાનક કિસ કરવા લાગી અને ગુસ્સા છોકરાની જીભ કાપી નાખી. આ કેસ હવે કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલો ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ.

(3:11 pm IST)