દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

લેડી ગાગાએ તેના ડોગને પરત આપનારને ૩.૬૫ કરોડ રૂપીયાનું ઇનામ જાહેર કર્યુ

ડોગ વોકર ઉપર ગોળી ચલાવી પ્રખ્યાત અમેરિકી પોપ સીંગરના બે ડોગ ચોરી : ફેન્ચ બુલડોગ પ્રજાતિના શ્વાન અતિ મોંઘા અને વિખ્યાત છે

વોશીંગ્ટનઃ અમેરિકી પોપ સીંગર લેડી ગાગા પોતાની ફેશન માટે વિશ્વ વિખ્યાત છે. બુધવાર રાતે લોસ એન્જલસમાં લેડી ગાગાના બે ફેન્ચ્ બુલડોગને લઇને નિકળેલ ડોગ વોફર રયાન ફિશરને અજાણ્યા વ્યકિતએ ગોળી મરી અને બંને ડોગને લઇને ભાગી ગયેલ.

લોસ એન્જલીસ પોલીસે આ અંગે માહિતી આપેલ કે એક બંધુકધારી વ્યકિત ડોગ્સને લઇને ભાગી ગયેલ. આ વ્યકિતએ પહેલા રયાનને ગોળી મારેલ. રેયાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાથી વ્યથીત લેડી ગાગાએ બંને ડોગ કોઝી અને ગુસ્તાવ માટે ૩.૪૫ કરોડનું ઇનામ જાહેર કર્યુ છે. ડોગર વોકર રયાન પાસે કોઝી અને ગુસ્તાવ સાથે રહેલ ત્રીજો ડોગ એશીયા ત્યાંથી ભાગી ગયેલ. જેને પોલીસે શોધી કાઢેલ. ફેન્ચ બુલ ડોગ કુતરાની અતિ મોંઘી અને પ્રખ્યાત નસલ છે. ડોગને નિશાન શું કામ બનાવાયા તે અંગે કોઇ માહિતી નથી.

(3:11 pm IST)