દેશ-વિદેશ
News of Wednesday, 26th February 2020

વિશ્વના સૌથી વૃદ્ધ જાપાનના 112 વર્ષીય વૃદ્ધનુ મૃત્યુ નીપજ્યું

નવી દિલ્હી: એક જાપાની વ્યક્તિ, જેણે આ મહિનાના આરંભમાં ઉઠેલી મુઠ્ઠી અને મોટા સ્મિત સાથે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ તરીકેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું, આ વ્યક્તિનું 112 વર્ષની વયે મોત થઈ ગયું છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે 12 ફેબ્રુઆરીના રોજ ચિત્તેસુ વતનબે ને પ્રમાણપત્ર આપ્યું હતું. સંગઠન અને અંતિમ સંસ્કાર ગૃહે મંગળવારે પૃષ્ટિ કરી કે આ વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

રિપોર્ટ અનુસાર તાજેતરમાં આ વ્યક્તિ આહાર લેવામાં સક્ષમ નહતો અને પોતાના મોતના કેટલાક દિવસો પહેલા તાવ અને શ્વાસ લેવાની તકલીફનો સામનો કરી રહ્યો હતો. ચિત્તુસ વાનબેનો જન્મ 1907માં થયો હતો અને તેમણે તાઈવાનમાં 18 વર્ષ સુધી કામ કર્યું હતું. તેમણે એકવાર કહ્યું હતું કે, લાંબા આયુષ્યનું રહસ્ય હસતા રહેવું એ જ છે.

(6:24 pm IST)