દેશ-વિદેશ
News of Wednesday, 25th January 2023

રશિયાની સામે અમેરિકા-જર્મનીએ મેળવ્યા હાથ કરી શકે છે યુક્રેનની મદદ

નવી દિલ્હી: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકા અને જર્મની હવે જાહેરાત કરવા માટે તૈયાર છે કે મોસ્કોનો સામનો કરવા માટે તે કિવને પોતાની મુખ્ય યુદ્ધ ટેન્ક પ્રદાન કરશે. બંને દેશો વચ્ચે શક્તિશાળી હથિયારો આપવા અંગે સમજૂતી થઈ છે. એવી સંભાવના છે કે બુધવારના રોજ બંને દેશો યુક્રેનને લેપર્ડ-2 ટેન્ક અને એમ 1 અબ્રામ્સ ટેન્ક મોકલવાની જાહેરાત કરી શકે છે. મળતી માહિતી મુજબ બાઈડેન વહીવટીતંત્ર દ્વારા બુધવારના રોજ જાહેરાત કરવાની આશા છે કે તે યુક્રેનને એમ 1 અબ્રામ્સ ટેન્કની ઓફર કરશે. જર્મનીએ ભાર આપીને કહ્યું હતું કે તે આ પ્રકારની ટેન્ક આપતો એકમાત્ર દેશ બનવા માંગતો નથી. તે યુક્રેનને લેપર્ડ-1 શ્રેણીનું 14 A6 ટેન્ક મોકલશે. અમેરિકા અને રશિયાના આ પગલાથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના દળોને પ્રોત્સાહન મળશે અને તેમને નવી આક્રમક ક્ષમતાઓ મળશે. કારણ કે હવે યુક્રેનમાં લડાઈ શહેરી કેન્દ્રોથી પૂર્વ તરફ ખસેડાઈ ગઈ છે જ્યાં 24 ફેબ્રુઆરીના રોજ રશિયન આક્રમણ થયું હતું.

(5:36 pm IST)