દેશ-વિદેશ
News of Monday, 24th October 2022

સતત વરસાદના કારણોસર કોરિયન એરના પ્લેનની રનવે સાથે થઇ ટક્કર

નવી દિલ્હી: પર રનવેને ઓવરશોટ કર્યા પછી ઘાસના મેદાનમાં ફસાયુ હતું. પ્લેનમાં સવાર 162 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બરોમાંથી કોઈને ઈજા થઈ નથી. વિમાનમાંથી બહાર નીકળવા માટે મુસાફરોએ ઈમરજન્સી વિન્ડોનો ઉપયોગ કરવો પડ્યો હતો. ત્યારે હવે ફિલિપાઈનના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક, મેકટન ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mactan International Airport) બંધ કરી દેવામાં આવ્યું છે અને ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, વિમાનો તેના એકમાત્ર રનવે પર ફસાયેલા છે. આ ઘટનામાં વિમાનને પણ નુકસાન થયું હતું. ફિલિપાઈન્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. કોરિયન એર લાઇન્સ કંપની ડોટ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું કે દક્ષિણ કોરિયાના ઇંચિયોનથી એક એરબસ A330 વિમાને રનવેથી આગળ નીકળતા પહેલા બે વાર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. એરલાઈન્સે જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે ફિલિપાઈન્સના સેબુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર જેટ અથડાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

(5:45 pm IST)