દેશ-વિદેશ
News of Wednesday, 25th November 2020

70 ટકા લોકોએ સતત માસ્ક ન પહેરવના કારણોસર કોરોના વધુ ફેલાયો હોવાનું સંશોધકોનું તારણ

નવી દિલ્હી: દુનિયાના મોટાભાગના દેશો મહિનાઓ પછી પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યુ છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હતો.

સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ મહામારીને કાબૂમાં રાખી શકાઈ હોત.આ સંશોધનમાં માસ્ક બનાવવા માટે વપરાતુ મટિરિયલ અને લોકો દ્વારા કેટલા સમય માટે માસ્ક પહેરી રાખવામાં આવે છે તે બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી.જેમાં એવો પણ દાવો કરાયો છે કે, માસ્કના વિકલ્પ રુપે સાદુ કપડુ પણ જો સતત મોઢા પર ઢાંકી રાખવામાં આવે તો પણ કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય છે.

(5:39 pm IST)