દેશ-વિદેશ
News of Saturday, 25th September 2021

અમેરિકાના ટેનેસી રાજ્યમાં થયેલ ફાયરિંગમાં એક નાગરિકનું મોત :12 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા કોલિયરવિલે શહેરમાં એક હુમલાખોરો અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. એમાં એક નાગરિકનું મોત થયું હતું અને ૧૨ને ઈજા પહોંચી હતી. અમેરિકાના ટેનેસી રાજ્યમાં કોલિયરવિલે શહેરના એક ગ્રોસરી શોપમાં અંધાધૂંધ ફાયરિંગ થવા લાગ્યું હતું. અજાણ્યા હુમલાખોરે ચારે બાજુ ગોળીઓ છોડી હતી. એમાં એક નાગરિકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ૧૨ને ગોળી વાગી હતી. ઘાયલ થયેલા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગ પછી ભેદી સંજોગોમાં હુમલાખોરની પણ લાશ ગ્રોસરી સ્ટોરમાંથી મળી આવી હતી. કોલિયરવિલેના પોલીસ વડાએ કહ્યું હતું કે લોકો પર ફાયરિંગ કર્યા પછી હુમલાખોરે ખુદ આપઘાત કરી લીધો હતો. ફાયરિંગ પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું. પોલીસે એ દિશામાં તપાસ શરૃ કરી હતી. પોલીસે ગ્રોસરી સ્ટોરમાં ડરના માર્યા છુપાઈ ગયેલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરને ઓળખવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી.

(5:51 pm IST)