દેશ-વિદેશ
News of Saturday, 25th September 2021

કોલ્ડ ડ્રિંકની શરત લગાવતા પહેલા ચેતી જજો:10 જ મિનિટમાં થયું યુવકનું મૃત્યુ

નવી દિલ્હી: વિશ્વમાં એવા ઘણા લોકો છે જે એક જ શ્વાસમાં ઠંડા પીણાની (Cold Drink) આખી બોટલ ગળી જવાની શરતો લગાવતા હોય છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આ કરવાનું બંધ કરો. ખરેખર, ચીનથી (China) એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં 22 વર્ષીય એક છોકરાનું કોકાકોલા (Coca Cola) પીવાથી મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરાએ 10 મિનિટમાં દોઢ લિટર કોકા-કોલા પી લીધો. જેના કારણે તેના શરીરમાં ગેસનો એવો પ્લમ સર્જાયો કે તે તેને સહન ન કરી શક્યો અને તેનું મૃત્યુ થયું. ડોક્ટરોના આ ખુલાસાથી દરેક વ્યક્તિ ચોંકી ઉઠી છે. કોલ્ડ ડ્રિંક્સના શોખીનો માટે ચીનના આ સમાચાર ચેતવણી રૂપ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ચીનમાં આ દિવસોમાં ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, બેઇજિંગના એક છોકરાએ ગરમીથી રાહત મેળવવા માટે કોકા કોલાની દોઢ લિટરની બોટલ ખરીદી અને તેને દસ મિનિટમાં સંપૂર્ણપણે પી લીધી. જે બાદ તેના શરીરમાં ખૂબ ગેસ બન્યો અને સ્થિતિ બગડવા લાગી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. રિપોર્ટ અનુસાર, કોલ્ડ ડ્રિંકની બોટલ ગટગટાવી ગયા બાદ છોકરાના હૃદયના ધબકારા વધી ગયા હતા અને બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું હતું. આ સાથે જ તેના શ્વાસ પણ ફુલાવા લાગ્યા. છ કલાક પછી છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને 18 કલાકની અંદર તેનું મૃત્યુ થયું. ડોક્ટરોનું કહેવું છે કે કોલ્ડ ડ્રિંક પીવાના કારણે તેના પેટમાં ગેસ બન્યો હતો, જે તે સહન કરી શકયો ન હતો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

 

(5:48 pm IST)