દેશ-વિદેશ
News of Wednesday, 25th September 2019

આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે

કલાકારો તો અળવીતરા અને તરંગી જ હોય, પરંતુ બેલારૂસની નાદિયા મેટિએવ્સ્કેયા નામની કન્યા તો કંઇક વધુ પડતી જ અતરંગી છે. આ બહેન પેઇન્ટિંગ કરે છે પણ એ માટે બ્રશ નહીં, પોતાનાં બ્રેસ્ટ્સનો ઉપયોગ ઉપયોગ કરે છે. નાદિયા ટ્રેઇન્ડ પેઇન્ટર નથી. તેને તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવી છે. જોકે છેલ્લા એક-દોઢ વર્ષથી તેણે સાવ જ હટકે પેઇન્ટિંગની શરૂઆત કરી છે. તે પોતાના જ બોડી પર અલગ-અલગ રંગો લગાવી દે છે અને પછી કેન્વસ પોતાના બોડી સાથે વીંટાળીને એમાંથી ચિત્રોનું નિર્માણ કરે છે. તે પેઇન્ટિંગ શીખવા ગયેલી ત્યારે તેના એક ટીચરે તેને બ્રેસ્ટ્સનો ઉપયોગ કરીને પેઇન્ટ કરવાનું અસાઇન્મેન્ટ આપેલું. નાદિયાએ એ અસાઇન્મેન્ટ તો પૂરૃં કર્યું જ પણ પછી તેને એમાં જ મજા આવવા લાગી એટલે તેણે એને જ પોતાના આગવી સ્ટાઇલ બનાવી દીધી. નવાઇની વાત એ છે કે તેનાં પેઇન્ટિંગ્સ પણ હવે તો ચપોચપ વેચાવાં લાગ્યાં છે.

(3:52 pm IST)