દેશ-વિદેશ
News of Wednesday, 25th September 2019

યુગલે ૬ વર્ષની બાળકી દત્તક લીધી, પણ એ તો બાવીસ વર્ષની ઠગ યુવતી નીકળી

લંડન તા ૨૫  : કયારેક બાળક દત્તક લેવા જતી વખતે લોકો થાપ ખાઇ જતા હોય છે, એનો અમેરિકાનો એક કિસ્સો આજકાલ ચર્ચામાં  છે. ઇન્ડિયાના રાજયમાં રહેતા ક્રિસ્ટિન બર્નેટ અને તેના એકસ-હસબન્ડ માઇકલ બર્નેટસામે તેમની ૯ વર્ષની દીકરીને તરછોડી દેવાનો આરોપ મુકાયો છે. જયારે તેમની દીકરી ૯ વર્ષની હતી ત્યારે યુગલ તેને છોડીને કનેડા ભાગી ગયું હોવાનો તેમની પર આરોપ છે. જોકે ક્રિસ્ટિન પોતાની પર ના જે આરોપનામાના જવાબો આપે છે એજો ખરેખર સાચા હોય તો એ કમકમાવી દેનારા છે. ક્ર્રિસ્ટિને એક અમેરિકા ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં દાવો કર્યો છે કે, તેમણે ૨૦૧૦ના મે મહિનામાં યુક્રેનિયન મૂળની નતાલી ગ્રેસ નામની બાળકીને એડોપ્ટ કરી હતી. એ વખતે તેની ઉમર ૬ વર્ષની છે એવું  એડોપ્શન સેન્ટરે કહેલું. યુગલ બાળકીને લઇને ઘરે આવી ગયું એ પછીથી ધીમે-ધીમે તેમની સામે છોકરીની સચ્ચાઇ આવતી ગઇ. શરૂઆતમાં તો તેમને ન સમજાયું કે શું થઇ રહ્યું છે. સાડાછ સાત વર્ષની બાળકી હોય તો તેને પિરિયડ્સ કેવીરીતે આવવા લાગે? એ શંકાને તેમણે ઇગ્નોર કરી. જોકે એક-બે વર્ષમાં તો નતાલિયાનં વર્તન ખુબજ વાયલન્ટ થવા લાગ્યું નતાલિયા તેના પેરન્ટ્સને ઇલેકિટ્રક લાઇવ વાયર ધરાવતી ફેન્સ સાથે ચિપકાવી દેવાની કોશિશ કરતી. તેમની કોફીમાં બ્લીચ નાખી દેતી અને જો તેને કંઇ કહેવામાં આવતું તો ઊંઘમાં જ મારી નાખીશ એવી ધમકીઓ પણ આપતી. તેની બોલવાની રીત બાળક જેવી નહીં, પણ પુખ્ત વયની વ્યકિત જેવી જ હતી. આ બાબતે ક્રિસ્ટને સાઇકલોજિસ્ટ્સને કન્સલ્ટ કર્યા ત્યારે ખબર પડી કે આ બાળકી છ નથી, પરંતુ યુવતી છે. જન્મજાત ડવાર્ફિઝમની તકલીફને કારણે તેનું કદ ટચુકડું રહી ગયું છે, બાકી ખરેખર તેનો જન્મ ૧૯૮૯માં થયો છે, એટલે કે તેમણે જયારે તેને છ વર્ષની સમજીને દત્તક લીધેલી ત્યાર ેતે હકીકતમાં બાવીસ વર્ષની હતી. નકલી એફીડેવીટમાં તેના હાડકાની તપાસ કરીને તેની ઉમર આઠ વર્ષની છે એવું મેનિપ્યુલેટ કરવામાં આવેલું નતાલિયા બાળકી નહોતી, પણ ડ્વાર્ફિઝમની સાથે હિંસક સાઇકોલોજિકલ સમસ્યા પણ ધરાવતી હોવાથી યુગલે તેને છોડી દીધી અને ત્યાંથી ભાગીને કેનેડા સ્થાયી થઇ ગયા

(3:51 pm IST)