દેશ-વિદેશ
News of Tuesday, 25th September 2018

ફ્રાન્સના ગિલેટને ગજબનો શોખ :ઘરમાં જ રાખ્યા છે સાપ, મગર અને અજગર સહિત 400થી વધુ પ્રાણીઓ

 

પેરિસ: દુનિયામાં ઘણા લોકો પોતાના શોખને કારણે એક જૂદી જ ઓળખ ઉભી કરે છે.ત્યારે ફ્રાંસનો એક વ્યક્તિ ગજબનો શોખ ધરાવે છે. તેના ઘરમાં જ સાપ અને મગર જેવા પ્રાણીઓ રાખ્યા છે તેમના ધરમાં એક બે નહીં જુદા જૂદા પ્રકારના ભયાનક 400 પ્રાણીઓ જોવા મળે છે લોકો માટે ભય થાય પરંતુ ફ્રાંસના રિવેર લોઇરેમાં ફિલિપ્પે ગિલેટની માટે આ એક સામાન્ય વાત છે.

  ગિલેટ તેના ઘડિયાળ અલીને રોજ ડ્રાઇંગ રૂપમાં એવી રીતે માંસ ખવડાવે છે, જેમ આપણે કુતરાને દુધ અથવા ખાવનું આપતા હોય છે. તેમના ધરમાં નાના મોટા નહીં પરંતુ 50 કિલો વજનના કાચબા, સાત ફુટ લાબા ઘડિયાળ જોવા મળશે. ઘડિયાળ તો તેમના બેડની પાસે જ સુઇ જાય છે.

   લગભગ બે દાયકાથી ગિલેટ આ પ્રાણીઓની સાથે રહે છે. 67 વર્ષીય ગિલેટની પાસે આ સમયે ઘરમાં 400થી વધુ જીવ જંતુ છે. તેમાં રેટલ સ્નેક, અજગર, મોટી ગરોળી પણ શામેલ છે. પોતાના જાનવરોને ખાવાનું ખવડાવતા સમયે તેમણે રોયટર્સની વાતચીતમાં કહ્યું હતું કે, આ પ્રાણીઓની સાથે સંપૂર્ણ અન્યાય થશે કે તમે તેમના નામથી ભયભીત થઇ જશો તો, કેમકે તમે આ પ્રાણીઓને ઓળખતા નથી. ગિલેટના ઘરમાં બે મગર પણ છે.

(12:41 am IST)