દેશ-વિદેશ
News of Tuesday, 25th September 2018

પાણીમાં થઇ સાપ અને મગર વચ્ચે લડાઈ

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલ એક ફોટો જેમાં મગર અને સાપ વચ્ચે લડાઈ થઇ  રહી છે તે ખુબજ વાયરલ થઇ રહ્યું છે આ ફોટોમાં જોવામાં આવી રહ્યું છે કે હકીકતમાં આ લડાઈ કેટલી ભયાનક હોઈ શકે છે ઓસ્ટ્રેલિયામાં પણ આવો એક ખતરનાક વિડીયો સામે આવ્યો છે જેમાં 5 કલાક સુધી સતત સાપ અને મગર એક બીજા સાથે લડાઈ કરતા રહે છે અને આ ઘટના ઓસ્ટ્રેલિયાના કિસલેન્ડમાં થઇ હતી અને સાપ મગરને ખાઈ પણ ગયો હતો આ હાલમાં વાયરલ થઇ રહેલ ફોટો શ્રીલંકા નેશનલ પાર્કમાં લેવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)