દેશ-વિદેશ
News of Monday, 25th June 2018

વિશ્વનો સૌથી મોંઘો મિલ્કશેક

૩૦૦૦ સ્વરોવ્સ્કીજડિત ગ્લાસમાં પીરસાય છેઃ મિલ્કશેકની કિંમત ૬૭પ૦ રૂપિયા છે

ન્યુયોર્ક તા. રપ :.. અમેરિકાના ન્યુયોર્કની સેરેન્ડિપીટી-થ્રી નામની રેસ્ટોરાં વિશ્વની સૌથી મોંઘી ચીજો વેચવા માટે જાણે હોડમાં ઊતરી હોય એવું લાગે છે. થોડાક મહિના પહેલાં આ રેસ્ટોરાંઓ સોનાના વરખવાળી સૌથી મોંઘી ચીઝ સેન્ડવિચનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. એ પહેલાં ઘણાં વર્ષોથી આ રેસ્ટોરાં સૌથી એકસપેન્સિવ ડિઝર્ટનો રેકોર્ડ ધરાવે છે જેને તોડવાની હજી સુધી કોઇએ હિંમત નથી કરી. હવે આ રેસ્ટોરાંએ મોસ્ટ એકસપેન્સિવ મિલ્કશેક તૈયાર કર્યો છે. આમ તો મિલ્કશેકની કિંમત ૬૭પ૦ રૂપિયા છે.

પરંતુ એને સર્વ કરવાની સ્ટાઇલ અત્યંત લેવિશ છે. ૩૦૦૦ સ્વરોવ્સ્કી ક્રિસ્ટલથી જડિત ગ્લાસમાં સર્વ થતા મિલ્કશેકમાં વપરાતાં તમામ ઇન્ગ્રેડિયન્ટસ પણ બહુ ખાસ છે. જો કેલ્ડેરોન નામના શેફે આ રેસિપી તૈયાર કરી છે જેમાં ચેનલ આઇલેન્ડસની જર્સી ગાયનું દૂધ વપરાયું છે. એમાં તાહિટિયન વેનિલા  આઇસક્રીય, ડેવનશરનું વખણાતું કલોટેડ ક્રીમ, મડાગાસ્કરનાં વેનિલા બીન્સ, વેનેઝૂએલિયન કોકો, ઇમ્પોર્ટેડ ચેરીઝ અને ર૩ કેરેટ એડિબલ ગોલ્ડ જેવી આલા ગ્રેન્ડ ચીજો વપરાઇ છે. (પ-૬)

(11:54 am IST)