દેશ-વિદેશ
News of Monday, 25th May 2020

શ્વાસોચ્છ્વાસની ગરમીથી ડિઝાઇન બદલતા હેરીપોટર માસ્ક બજારમાં આવી રહ્યા છે

લંડન તા.રપ : કોરોનાનો રોગચાળો લાંબો વખત ચાલતાં મોઢા પર પહેરવાનો માસ્ક પણ હવે રોજિંદું આભૂષણ બની રહ્યું છે. હેરી પોટરની જબ્બર ફેન એવી સ્ટેફની હૂકે આશ્ચર્યજનક માસ્ક બનાવ્યા છે. એ માસ્ક પહેર્યા પછી શ્વાસોચ્છ્વાસની ગરમી ર૭ ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરે ત્યારે એનો રંગ અને ડિઝાઇન બદલાવા માટે છે. CPEX કંપનીની માલિકણ સ્ટેફની ટુંક સમયમાં માસ્ક બજારમાં વેચાણ માટે મૂકશે જો કે એનો સ્ટોક મર્યાદિત પ્રણામાં રહેશે સ્ટેફનીએ એ માસ્કના પ્રચાર માટે બનાવેલા ટિકટોક વિડિયોના રર લાખ વ્યુઝ નોંધાયા છે. સ્ટફેનીના કહેવા પ્રમાણે એ માસ્ક મેડિકલ ગ્રેડના નથી. પરંતુ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સ્ટાન્ડર્ડ મુજબ સાદા માસ્ક તરીકે તો કામ કરી જ શકે છે.

(2:58 pm IST)