દેશ-વિદેશ
News of Monday, 25th May 2020

બિલાડીએ બે મોઢાવાળા બચ્ચાને જન્મ આપ્યો

ન્યુયોર્ક તા.રપ : ઓરેગોનમાં એક પરિવારમાં તેમની પાળેલી બિલાડીએ એક માથા પર બે મોઢાં ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. અલ્બેનીની પૂર્વમાં એક ફાર્મમાં રહેતા કાયલા કિંગના, પરિવારમાં એક વર્ષની બિલાડીએ છ બચ્ચાંને જન્મ આપ્યો હતો. જોકે એમાંના એક બચ્ચાને બે મોઢાં, બે નાક અને ચાર આંખો હતા.

ક્રેનિઓફેસિયલ ડુપ્લિકેશન તરીકે ઓળખાતી જન્મજાત ખામીને કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન રોમન દેવને બે ચહેરાઓ સાથે દર્શાવાયા હોવાથી આવી બિલાડીઓ સામાન્ય રીતે જાનુસ બિલાડીઓ તરીકે ઓળખાય છે.એ જાતે ખાઇ શકતી નથી એટલે એને માલિકણ એને હાથેથી કંઇક પીવડાવવાની કોશિશ કરી રહી છે. સામાન્ય રીતે આવી બિલાડીઓ વધુ જીવતી નથી, પરંતુ જો એમના આંતરિક અવયવોમાં કોઇ બદલાવ ન થયો હોય તો એ વર્ષો સુધી જીવતી રહે છે. ફ્રેન્ક અને લુઇ નામની બે મેસેચુસેટ્સની બિલાડીએ ૧પ વર્ષ જીવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

(2:57 pm IST)