દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

સાત વર્ષથી આ ભાઇએ વાળ વધાર્યા છે જે બે ફુટના થઇ ગયા છે

લંડન તા. રપઃ બ્રાઝિલના મીનાઝ ગેરાઇસ નામના ટાઉનમાં રહેતા ર૮ વર્ષના યુવકને વાળ વધારવાનો શોખ છે. આ શોખને કારણે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છે, પણ શોખ એવો જ બરકરાર છે. ક્રિસ્ટિઆનો બ્રાગ્રા નામના આ યુવાને સાત વર્ષ પહેલાં વાળ વધારવાનું નક્કી કરેલું જ નહીં, તે વાળની કાળજી એક છોકરી કરતાંય વધુ સારી રીતે રાખે છે. એલોવેરા, એવાકાડો, મિન્સ અને રોઝમેરી જેવાં નેચરલ ઓઇલ્સથી તે વાળને પોષાક તત્વો આપે છે અને નિયમિત શેમ્પૂ તથા કન્ડિશનર કરીને ચમકતા, લીસા અને લહેરાતા રાખે છે. મોટા ભાગે છોકરાઓ જયારે વાળ વધારે ત્યારે અમુક હદ પછી એની ચોટલી કે અંબોડો વાળીને એને બાંધી દેવાનું પ્રીફર કરતા હોય છે, પણ ક્રિસ્ટિઆનોને એવી જરૂર નથી લાગતી. તે છોકરીઓની સ્ટાઇલમાં જ વાળમાં હેરપિન નામનીખે ખુલ્લા રાખે છે. એને કારણે લોકોને લાગે છે કે તેને કદાચ છોકરો નહીં, પણ છોકરી બની રહેવામાં રસ હશે. જોકે એવું જરાય નથી. ભાઇ સ્પષ્ટતા કરતાં કહે છે મને માત્ર લાંબા વાળ ગમે છે, બાકી હું પુરૂષ છું અને નોર્મલ પુરૂષ જેવી જ વિજાતીય સેકસ્યુઅલિટી ધરાવું છું.

(3:18 pm IST)