દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

આને કહેવાય પાકિસ્તાનઃ મોપેડ પર ગાય સાથે સવારી

કરાંચી તા. રપઃ અતરંગી ચીજો વાહન પર લાદીને જવાની બાબતમાં ચીન અને પાકિસ્તાનનો જોટો જડે એમ નથી. ટૂ-વ્હીલર પર તમે શ્વાન, બિલાડી, ભૂડ કે એના જેવાં નાનાં કદનાં પાળતું પ્રાણીઓને લઇને ફરતા સવારો જોયા હશે, પણ પાકિસ્તાનમાં એક ભાઇ મોપેડ પર ભારેખમ ગાયને બાંધીને લઇ જઇ રહ્યા છે. આ ભાઇએ ગાયને ગ્રે રંગના કાપડથી કવર કરી દીધી છે અને એને મોપેડના આગળના ભાગમાં ગોઠવી દીધી છે. રોડ પર બીજા બાઇકસવારે આ અનોખા દૃશ્યને મોબાઇલમાં કેદ કરી લીધું હતું અને કિલપ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી દીધી હતી. પાકિસ્તાનમાં એકઝેકટલી કયાંની આ ઘટના છે એને ખબર નથી, પરંતુ સોશ્યલ મીડિયામાં કેટલાક યુઝર્સે આ ભાઇને ખરા કાઉબોય કહીને નવાજયા છે.

(3:08 pm IST)