દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

ડોગીએ માણસો સાથે ૧૦૦ મીટરની રેસમાં ભાગ લીધો અને ત્રીજા નંબરે આવ્યો

બીજીંગ તા. રપઃ ચીનની યિન્ચુઆન સિટીના બેઇફ્રેન્ગ યુનિવર્સિટી ઓફ નેશનલિટીઝમાં ગુરૂવારે એક રનિંગ કોમ્પિટિશન થઇ. એમાં અનાયાસ એક ડોગી પણ જોડાઇ ગયો હતો. આમ તો સફેદ રંગનો આ ડોગી છેલ્લાં ચાર વર્ષથી આ જ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં રહેતો હોવાથી વિવિધ એકિટવિટી દરમ્યાન એ આસપાસમાં રખડયા કરતો હોય અને અુેની કોઇને નવાઇ નહોતી. જોકે આ વખતે રેસ શરૂ થઇ એ વખતે ટ્રેક પર ભટકી રહેલા આ ડોગીએ રનર્સે દોડવાનું શરૂ કર્યું કે થોડી જ વારમાં તેમની સાથે જોડાઇ ગયો. બધા જ રનર્સને સ્પીડમાં દોડતા જોઇને તેની સ્પીડ પણ જાણે પહેલો નંબર આવવાની ઇચ્છા હોય એટલી ઝપાટાબંધ કરી નાખી હતી. વિડિયોમાં જોઇ શકાય છે કે બે રનર્સ ફિનિશલાઇન પાર કરે એ પછી ત્રીજા નંબરે ડોગી આવે છે. અલબત્ત, આયોજકોએ તેને ઓફિશ્યલી ત્રીજા નંબરે વિજેતા જાહેર નહોતો કર્યો.

(11:47 am IST)