દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

ઉનાળાની ગરમીમાં જરૂરી છે જીવનશૈલીમાં થોડો ફેરફાર

આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહિ છે જેની સામાન્ય જનજીવન પર અસર પડી રહિ છે. ત્યારે ખાનપાનના પરિવર્તનો અને જીવનશૈલી ગત ફેરફાર દ્વારા હિટવેવથી રક્ષણ મેળવી શકાય છે.

જીવન શૈલીમાં શું ફેરફાર કરશો ?

 તડકો, ગરમ પવનથી દૂર રહેવું.

 બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું.

 રાત્રે અગાસી કે ધાબા પર સુવું.

 ખાસ કરીને સફેદ રંગના વસ્ત્રો પહેરવા.

 તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું.

 તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહિં, હાથ-પગ ધોવા નહિં.

 તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહિં.

 સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું.

 કસરત (ખાસ કરીને વેઈટ-લિફિટંગ) ન કરવું.

 હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા.

 ઉનાળામાં દિવસે થોડો સમય (૧૫ થી ૩૦ મિનિટ) સુવાની છૂટ રાખવી.

(9:55 am IST)