દેશ-વિદેશ
News of Friday, 25th May 2018

કપડા પ્રેસ કરતી વખતે આ ભૂલો ન કરતા હો..

કોઈ પણ વ્યકિત જ્યારે પ્રેસ કરેલા કપડા પહેરે છે, ત્યારે તેના વ્યકિતત્વમાં ચાર ચાંદ લાગી જાય છે. તમારા કપડા પણ તમારા વિશે કેટલુય કહે છે. પરંતુ, હંમેશા જોવા મળે છે કે કેટલાક લોકો કપડા પ્રેસ કરતી વખતે કેટલીક ભૂલ કરે છે. જેના કારણે તેના કપડા યોગ્ય રીતે પ્રેસ થતા નથી. તો જાણી લો કે કપડા પ્રેસ કરવામાં કયા ખામી રહી જાય છે.

 કપડા પ્રેસ કરતી વખતે આયરન ટેબલ ઉપર કપડુ જરૂર રાખવુ જોઈએ. એવુ ન કરવાથી કપડા ખરાબ થઈ જાય છે અને વ્યવસ્થિત પ્રેસ પણ થતા નથી.

 કપડા પ્રેસ કરતી વખતે હીટ સેટીંગ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. બધા કપડાને અલગ-અલગ પ્રકારની ગરમાહટની જરૂર હોય છે. તેથી જો નાજુક કપડા હોય તો તેને લો ટેમ્પ્રેચરમાં પ્રેસ કરો. જો કપડા થોડા સખત છે તો તેને હાઈ ટેમ્પ્રેચર ઉપર ઇસ્ત્રી કરો.

 જ્યારે પણ તમે કપડા પ્રેસ કરો તો થોડી વાર પહેલા જ તેના પર પાણી છાંટી દેવુ જોઈએ. તેનાથી વધારે કરચલીવાળા કપડા પણ સીધા થઈ જાય છે અને તમને પ્રેસ કરવામાં સરળતા રહે છે.

 કપડા પ્રેસ કરતા પહેલા પ્રેસની સફાઈ કરવી પણ જરૂરી છે. જેથી કપડા પર ડાઘ ન બેસે. તેથી કપડા પ્રેસ કર્યા પહેલા અને પછી ઈસ્ત્રી સાફ જરૂર કરવી.

(9:42 am IST)