દેશ-વિદેશ
News of Friday, 25th May 2018

આ સીઝન પહેરો સ્ટાઈલીશ શૂટ

ઉનાળાની આ અંગ દજાડતી ગરમીમાં પહેરો પટીયાલા શુટ

ઉનાળાની આ ઋતુમાં તમને કુલ અને સુંદર લુક આપવા માટે કોટનના કાપડમાં અવનવી પેટર્નવાળા અનેક પ્રકારના ડ્રેસ બજારમાં ઉપલબ્ધ છે.

પટીયાલા શૂટ

પટીયાલા શૂટ બધા પહેરવાનું પસંદ કરે છે. આ શૂટ તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગવી શકે છે. આ ડ્રેસની કુર્તિ કોટનની બનેલી હોય છે. ગરમીમાં આ કાપડ પહેરવાની મજા આવે છે.

રોયલ બ્લુ શુટ

આ શૂટ મોટા ભાગે લગ્ન અને પાર્ટીમાં પહેરવામાં આવે છે. કારણ કે આ શૂટ મહિલાઓને સુંદર બ્રાઈડલ લુક આપે છે. જેને પહેરવાથી સુંદરતા નીખરી આવે છે. આ લોન્ગ શૂટના ફ્રન્ટ ભાગ પર ભારે વર્ક કરેલ હોય છે.

ફુલ સ્લિવ અનારકલી

ઉનાળામાં આછા પીળા રંગના કપડા સુંદર લાગે છે. હાલ ફુલ સ્લિવના સાદા અનારકલી ડ્રેસ વધુ પસંદ કરવામાં આવે છે. કારણ કે ફુલ સ્લિવ પહેરવાથી તડકો ઓછો લાગે છે.

 

(9:40 am IST)