દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

જપાનમાં હવાના ડબ્બા વેચાવા નીકળ્યા છે, કિંમત છે ૬૭૫ રૂપિયા

ટોકયો તા ૨૫  :  જયારે પણ પ્રદૂષણ વધી  જાય છે, ત્યારે કેટલાક ઉદ્યોગ સાહસિકો હિલ-સ્ટેશન કે સ્વચ્છ વાતાવરણની શાખ ધરાવતા વિસ્તારોની શુદ્ધ હવાના ડબ્બા વેચવા  નીકળી પડે છે. ચીનમાં આવી અનેક હવા વેચાતી બ્રેન્ડસ છે જોકે તાજેતરમાં જપાનમાં જે હવા વેચવા નીકળી છે એ  બીજે કયાંયની નહી, જપાનની જ છે અને હાલના  સમયની જ છે. આનું કારણ છુપાયેલું  છેે જેપનીઝ યુગમાં, અહીંની સંસ્કૃતિ મુજબ ૧૯૮૯ થી શરૂ થઇને ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીનો ગાળો  હેન્સેઇ યુગ કહેવાય છે. બસ, થોડા જ દિવસમાં આ યુગ પૂરો થઇ જશે, ત્યારે આ યુગની યાદ સંઘરવા માટે અત્યારે હવાના ડબ્બા ભરી લેવાયા છે. હાલમાં જપાનના રાજા આકિહિતોનો ૩૦ વર્ષનો ગાળો હેન્સેઇ યુગ તરીકે જાણીતો છે. આ માટે કંપનીએ હવાના લગભગ ૧૦૦૦ યુનિટ્સ તૈયાર કરી રાખ્યા છે. આ સીલ પેકડ ડબ્બાની અંદર હવા જ ભરેલી છે અને ઉપર છપાયું છે હેન્સેઇ. શુકન માટ  ેએમાં પ   યેન એટલે કે લગભગ સવા ત્રણ રૂપિયાનો સિક્કો છે. કેટલાક જેેપનીઝ  લોકોનું માનવું છે કે, જયારે યુગ ચાલતો હોય ત્યારે એની કિંમત કે કદર નથી  થતી, પણ એક વાર સમય વહી જાય એ પછી જુના યુગની ખરી   કિંમત થાય છે.

(11:51 am IST)