દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

હેડકી દુર કરવાના સરળ અને ઘરેલું ઉપાયો

હેડકીને અંગ્રેજીમાં 'હિકપ' કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ જરૂરી કામમાં જાવ છો ત્યારે તમને હેડકી લગાતાર ચાલુ જ રહે એ ખરેખર કષ્ટદાયક છે. આ કોઈપણ વ્યકિતને કોઈપણ સમયે આવી શકે છે. અહિ એવા ઘરેલું નુસ્ખા આપવામાં આવ્યા છે જેનાથી તમને આ સમયસ્યાથી છુટકારો મળશે.

 જ્યારે તમને હેડકી આવવા લાગે ત્યારે થોડા સમય સુધી શ્વાસને લાંબા સમય સુધી રોકી લેવો. જાણકારી અનુસાર, જ્યારે ફેફસામાં કાર્બન કાયોકસાઈડ ભરાય જાય છે ત્યારે ડાયફ્રામ તેને નીકાળશે અને હેડકી બંધ થઈ શકે છે.

 હેડકી આવતા તરત જ ખાંડનું સેવન કરવું. આના માટે એક કટોરીમાં નાની ચમચી ખાંડ અને મીઠું નાખીને આ પાણી પી લેવું. આનાથી તમને થોડા જ સમયમાં હેડકી બંધ થઈ જશે.

 હેડકીને થતી રોકવા માટે ૧૦ ઘુંટડા પાણી પી લેવું આનાથી પણ તમને આરામ મળશે.

 એવું માનવામાં આવે છે કે જ્યારે હેડકી આવે ત્યારે એક ગ્લાસમાં ઠંડુ પાણી પી લેવું જોઈએ.

 આને રોકવા માટે મધ પણ ફાયદાકારક છે. આનાથી તમારા શરીરને મળતી મધની મીઠાશથી નસને પણ સંતુલિત કરી શકાય છે.

 આને દુર કરવા માટે ચોકલેટ પાવડને એક ચમચી ખાઈ લો. આનાથી થોડા સમયમાં આ દુર થઈ જશે.

 તમારા ડાબા હાથની હથેળીને જમણા હાથના અંગુઠાથી દબાવો. આ પ્રક્રિયા બીજા હાથે પણ કરો. આનાથી તમારી નસોમાં પ્રભાવ પડશે અને હેડકી બંધ થઈ જશે.

(9:48 am IST)