દેશ-વિદેશ
News of Thursday, 25th April 2019

તૈલીય ત્વચાને દુર કરવાના આસાન ઉપાયો

તૈલીય ત્વચા ઘણા લોકો માટે એક મોટી મુશ્કેલી છે. તૈલીય ત્વચા હોવાને કારણે ચહેરા પર ધૂડ અને માટી ચિપકે છે. જેનાથી પિમ્પલ અને બ્લેક હેડ થાય છે. તૈલીય ત્વચાને કારણે ચહેરા પર મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે. જેથી મેકઅપ ખુબ જલ્દી ખરાબ થઈ જાય છે. ચહેરા પર વારંવાર ઓઈલ આવવાથી ચહેરાનો રંગ ફીકો પડી જાય છે. કઈક એવા સરળ નુસ્ખાઓ વિષે જાણીએ જે તૈલીય ત્વચાથી તમને મુકિત આપશે.

લીંબુ અને કાકડીઃ લીંબુના રસમાં થોડાક ટીપા કાકડીના રસના નાઓ. આને ૧૫ મિનીટ સુધી ચહેરા પર રાખો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો. થોડા દિવસો બાદ તમને તમારા ચહેરા પર ફરક નજર આવશે.

બેસનઃ ચહેરા પર વધારે ઓઈલ આવવાથી, બેસનમાં લીંબુનો રસ અને ગુલાબ જળ (રોઝ વોટર) મેળવવીને ચહેરા પર લગાઓ. આને થોડા સમય સુધી સુકાવવા દેવું ત્યારબાદ ચહેરા પર લગાવેલું મિશ્રણ સાફ કરવું. થોડા દિવસો સુધી આ ઉપાય જાળવી રાખતા ચહેરા પરથી ધીમે-ધીમે ઓઈલ દુર થવા લાગશે. 

સ્ક્રબઃ અઠવાડિયામાં એક વાર સ્ક્રબ જરૂર કરવું. આનાથી તમારા ફેસ પર લાગેલી ધૂડ અને માટી સાફ થવા લાગશે. જેનાથી પિમ્પલ અને બ્લેડ હેડની સમસ્યા પણ નહિં થાય.

વિટામિન-સીઃ ખાવામાં વિટામિન-સી ની માત્રા વધારો. વિટામિન-સી તમને લીબું, સંતરા, આંબળા વગેરે માંથી મળશે. વિટામીન-સી ઓઈલને સ્ક્રીન પર આવવાથી કન્ટ્રોલ કરે છે.

 

(9:47 am IST)