દેશ-વિદેશ
News of Saturday, 25th March 2023

ઓએમજી...આ વિશિષ્ટ ગિટારમાં જડવામાં આવ્યા છે આટલા બધા હીરા

નવી દિલ્હી: ગિટાર સંગીતનું એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જેને સંગીતપ્રેમીઓને ખૂબ પસંદ છે. ગિટાર તેના સૂર સંગીતથી ઓળખાય છે પરંતુ એક એવું ગિટાર જે તેની મોંઘીદાટ કિંમતના લીધે ચર્ચામાં આવ્યું છે. આ ગિટારમાં એક કે બે નહી પરંતુ ૧૧૪૪૧ જેટલી હીરા જડવામાં આવ્યા છે આ તમામ હિરા ૪૧૦.૧૫ કેરેટના છે. ગિટારમાં જડવા માટેના આ ખાસ હિરા ૬૮ કારીગરોએ મહિનાઓ સુધીની મહેનત પછી તૈયાર કર્યા હતા. ગિટારનો ટોન કંટ્રોલ હીરાના વેયરની નીચે રાખવામાં આવ્યા છે. હીરા ફૂલ જેવી ડિઝાઇનમાં વચ્ચે ફિટ કરવામાં આવ્યા છે. ગિટારની બોડીને વાઇટ ગોલ્ડના આવરણથી તૈયાર કરવામાં આવ્યું છે જેમાં  ૧૮ કેરેટના વાઇટ ગોલ્ડનો પણ સમાવેશ થાય છે. આ ગિટાર સાથે સંકળાયેલા સંગીતપ્રેમીઓ અને જાણકારો ગિટારને એડન ઓફ કોરોનટના નામથી ઓળખે છે. આ ગિટાર પાછળની કહાની પણ ખૂબજ રસપ્રદ છે. આ ખાસ પ્રકારનું સંગીત ઇન્સ્ટુમેન્ટ તૈયાર કરવા માટે ૭૦૦ દિવસ થયા હતા. આ ગિટારને હોંગકોંગના એક મશહૂર જવલરી ડિઝાઇનર આરોન શૂમે તૈયાર કરી છે. આ ગિટારની કુલ મળીને ૧૬.૪૫ કરોડ કિંમત થાય છે. 

(6:51 pm IST)