દેશ-વિદેશ
News of Monday, 25th March 2019

કાચી માછલીની વાનગીની અનોખી સજાવટ

ટોકીયો, તા. રપ : ખાવાનું બનાવવું એ એક કળા છે, પર઼તુ એને આકર્ષક રીતે પ્લેટમાં પ્રેઝન્ટ કરવું એ વિશિષ્ટ કળા છે. એમાં પાછું હવે તો સોશ્યલ મીડિયા પર તમારી પ્રેઝન્ટેશન આર્ટને લોકો સમક્ષ મૂકીને ઇન્સ્ટન્ટ રીએકશન પણ મેળવી શકાય છે. જપાનમાં રહેતા મિકીયુઇ નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતા એક ભાઇએ એક ખાસ પ્રકારની વાનગીના પ્રેઝન્ટેશનમાં જે ક્રિએટિવિટી ઉમેરી છે એ માટે અદ્ભૂત શબ્દો ટૂંકો પડે. જેપનીઝ વાનગી સેશિમી ડિશના પ્રેઝન્ટેશનથી તેમનું ઇન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ છલકાઇ રહ્યું સેશિમી કાચી માછલી અને કાચા માંસની અત્યંત પાતળી સ્વાઇલ કરીને સોસ સાથે પીરસાતી વાનગી છે. એમાં કશું જ રાંધેલુ હોતું નથી. ડિશ, માંસ, ગાર્નિશિંગ માટેના વેજિટેબલ્સ અને સોસનું કોમ્બિનેશન કરીને આ ડિશ બને છે. મિકીયુઇભાઇએ પાતળી સ્લાઇસ બનાવવામાં જે હથોટી કેળવી છે એ કાબિલેદાદ છે. ફિશ અને મીટના નેચરલ રંગો અને ગાર્નિશિંગ માટેના વેજિટેબલ્સની મદદથી તેણે જે ડિશ તૈયાર કરી છે એના નમૂના આ સાથે છે. આ તસવીરો જોઇને લોકો એમ માની બેસે છે કે કાં તો આ ભાઇ મોટા શેફ હશે અથવા તો કલાકાર. જોકે મિકીયુઇએ બેમાંથી કશું જ નથી. તેમને નવરાશના સમયે આવા ગતકડા કરવા ગમે છે અને રમતા-રમતા જ તેઓ આવી અદ્ભૂત આર્ટ તૈયાર કરી નાખે છે.

 

(9:32 am IST)