દેશ-વિદેશ
News of Thursday, 25th February 2021

એકજ ડોઝ વેક્સિન કોરોના વાયરસથી બચવા માટે પૂરતી સાબિત થશે:ટૂંકસમયમાં મળી શકે છે આ વેક્સિનને મંજૂરી

નવી દિલ્હી: જોનસન એન્ડ જોનસન નામની કંપનીએ વેક્સિન બનાવી છે. આ કંપનીએ દાવો કર્યો છે કે, એક ડોઝ જ કોરોના વાયરસથી બચવા માટે પૂરતું છે. એફડીએના સલાહકાર શુક્રવારે ચર્ચા કરશે, જેના આધારે તેના ઉપયોગ માટે આગામી દિવસોમાં મંજૂરી મળી શકે છે. સાથે જ એફડીએના વૈજ્ઞાનિકોનું માનીએ તો, આ રસી કોરોના વાયરસ રોકવા માટે ૬૬ ટકા ક્ષમતા રાખે છે. જોનસન એન્ડ જોનસનની આ રસીનો એક જ ડોઝ લેવો જરૂરી હશે અને તે ઉપયોગ માટે સુરક્ષિત છે.

        શુક્રવારે એફડીએના સ્વતંત્ર સલાહકાર આ અંગે ચર્ચા કરશે કે આ રસીને મંજૂરી આપવા માટે પૂરતાં પુરાવા છે. જે બાદ એફડીએ દ્વારા અંતિમ નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધી લગભગ ૪.૪૫ કરોડ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બે કરોડ લોકોને બે ડોઝ મળ્યાં છે.

(5:58 pm IST)