દેશ-વિદેશ
News of Tuesday, 25th February 2020

આ ભાઇના શરીરનો ૯૯ ટકા ભાગ ટેટૂમય છે

ઓસ્ટ્રેલિયાના ૪૩ વર્ષના બ્રેટ ક્રોસને ટેટૂથી પ્રેમ થઈ ગયો છે. બ્રેટ ક્રોસે ૨૪ વર્ષની વયે સૌપ્રથમ તેની પીઠ પર પત્નીના નામનું ટેટૂ કરાવ્યું હતું. ત્યાર પછી ત્રણ બાળકોના પિતા બ્રેટ ક્રોસને ટેટૂનું એવું દ્યેલું લાગ્યું કે પહેલા ટેટૂ પછી તરત જ તેણે શરીરના મોટા ભાગના હિસ્સામાં ટેટૂ ચિતરાવ્યાં. તેણે પોતાના ચહેરા અને માથા પર પણ ટેટૂ ચિતરાવ્યાં. આમ લગભગ ૭૫૦ કલાક જેટલા સમયમાં તેના શરીરના લગભગ ૯૯ ટકા હિસ્સામાં ટેટૂ ચિતરાવ્યાં. શરૂમાં બ્રેટ ક્રોસની પત્નીએ કપડાની અંદર શરીરના જે ભાગ ઢંકાય ત્યાં જ ટેટૂ કરાવવાની અનુમતી આપી, પણ થોડા સમય બાદ પગ પર પણ ટેટૂ કરાવવાની મંજૂરી આપી દીધી. પગ પર ટેટૂ ચિતરાવવામાં તેને કુલ છ સેશનમાં ૧૫૦ કલાકનો સમય લાગ્યો હતો.  બ્રેટ ક્રોસની ઓફિસમાં પણ તેના ટેટૂ સામે કોઈને ખાસ વાંધો નહોતો અને તે તેના પુત્રને સ્કૂલમાં મૂકવા-લેવા જતો ત્યાં પણ કોઈએ તેને અજાયબભરી નજરોથી તાકયું નથી. માથા અને ચહેરા પર ટેટૂ કરાવવામાં તેની પત્નીએ વિરોધ કર્યો, પણ પછી તેણે સંમતિ આપી દીધી હતી. બ્રેટના દીકરાને નાનપણમાં ટેટૂ પ્રત્યે વિશેષ આકર્ષણ નહોતું, પણ હવે તેના આખા હાથ પર ટેટૂ છે. જોકે તેની દીકરીને ટેટૂમાં હજી સુધી વિશેષ રુચિ નથી.

(3:40 pm IST)