દેશ-વિદેશ
News of Sunday, 25th February 2018

સીરિયાના ઘોઉટામાં પાંચ દિવસમાં 1146 હુમલા :500થી વધુના મોત :2116 લોકો ઘાયલ

આકાશમાં હાલના દિવસોમાં યુદ્ધવિમાનો, મિસાઈલો અને બોમ્બમારાના ધુમાડા જ દેખાઈ છે

સીરિયાના ઘોઉટા શહેર પર છેલ્લા પાંચ દિવસમાં 1146 હુમલા કરાયા છે. ચાર વર્ષથી ઘોઉટા શહેરની સીરિયન સેના દ્વારા ઘેરાબંધી કરાઈ છે. સીરિયા ગત સાત વર્ષથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ઘોઉટા શહેર બળવાખોરોનો આખરી ગઢ છે.સીરિયાના આકાશમાં હાલના દિવસોમાં યુદ્ધવિમાનો, મિસાઈલો અને બોમ્બમારાના ધુમાડા જ દેખાઈ રહ્યા છે

  બળવાખોરો વિરુદ્ધ રશિયા અને રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની સેનાઓએ અભિયાન હાથ ધર્યું છે. સીરિયાની રાજધાની દમિશ્કની પાસે આવેલા ઘોઉટામાં બોમ્બમારો અને હુમલામાં ગત પાંચ દિવસોમાં 500થી વધારે લોકોના મોત નીપજ્યા છે. તેમા બાળકો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે. તેની સાથે જ 2116 જેટલા લોકો ઘાયલ થયા છે. સારવારની અપુરતી વ્યવસ્થાને કારણે ઘાયલો જીવ ગુમાવી રહ્યા છે. તેને જોતા સંયુક્ત રાષ્ટ્રે ત્રીસ દિવસ સુધી હુમલાને રોકવાનું જણાવ્યું છે. પરંતુ રશિયાએ આમ કરવાનો હાલ ઈન્કાર કર્યો છે.

(7:52 pm IST)