સમુદ્રી લુટારુઓનો તુર્કીના પોત પર હુમલો:15 નાવિકોનું અપહરણ:એકની હત્યા
નવી દિલ્હી:સમુદ્રી લૂંટારૃઓએ પશ્ચિમી આફ્રિકાના તટ પર એક તુર્કીના માલવાહક પોત પર હુમલો કરી એક નાવિકની હત્યા કરી દીધી છે. જયારે અન્ય 15 નાવિકોનું અપહરણ કરી લીધું છે.તુર્કીના સમુદ્રી નિર્દેશાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એમવી મોઝાર્ટ નામક પોતના ચાલક દળના સભ્યોથી શરૂઆતમાં સુરક્ષિત સ્થાન પર તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ જયારે 6 કલાક બાદ લૂંટારુ ત્યાં પહોંચી ગયા હતા એ દરમ્યાન થયેલ સંઘર્ષમાં ચાલક દળના એક સભ્યનું મોત નીપજ્યું છે.
તુર્કીની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક ચાલક દળના સભ્યની ઓળખ અઝરબૈજાન નિવાસી તેમજ હોદાથી ઇંજિનિયર ફરમાન ઈસમાયી લોવની રીતે કરવામાં આવી રહી છે. જે એક પોતના એકલા સભ્ય હતા.