દેશ-વિદેશ
News of Monday, 25th January 2021

ટાઇપ ૨ ડાયાબિટીઝ દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે પેરૂના પાંદડાની ચા

નવી દિલ્હી તા. ૨૫ : ભારતમાં દરેક ઘરમાં સવારની શરૂઆત ચા સાથે જ થાય છે. કેટલાક લોકો તો એક દિવસમાં કેટલાય કપ ચા પી જતા હોય છે. તેના પછી પણ તેમની ઇચ્છા ચા પીવાની થતી હોય છે. જયારે કેટલાક લોકો ચાના બહાને બીજાના ઘરે પણ ચાલ્યા જાય છે. ચાની માગ દેશમાં સૌથી વધારે છે. લોકો ચા વગર રહી શકતા નથી. ચાના અનેક પ્રકાર છે, જેમાં કેટલાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે.

ખાસકરીને હર્બલ ટી સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે લાભદાયક થાય છે. આમાં એક પેરુના પાંદડાની ચાય છે જે ડાયાબિટીઝ રોગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલીક રિસર્ચમાં આ વાતની પુષ્ઠી કરવામાં આવી છે અને આના સેવનથી બ્લડ શુગર કન્ટ્રોલ થાય છે. ડાયાબિટીઝના દર્દીઓ છે અને તમે આને નિયંત્રિત કરવા માગો છો, તો તમે ચોક્કસ પેરૂના પાંદડાની ચાનો આનંદ માણી શકો છો. તો જાણો કેવી રીતે બને છે પેરૂના પાંદડાની ચા ડાયાબિટીઝમાં લાભદાયક સાબિત થાય છે

Nutrition & Metabolismની એક રિસર્ચ પ્રમાણે, ટાઇપ૨ ડાયાબિટીઝ દર્દીઓ માટે પેરૂના પાંદડાની ચા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે Nutrition & Metabolism FOSHUના એક રિપોર્ટ પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં જાપાની લોકોને પેરૂના પાંદડાની ચા પીવાની સલાહ આપવામાં આવી છે. આ રિપોર્ટ પછી જાપાનમાં આ દવા તરીકે વાપરવામાં આવે છે. આ રિપોર્ટ માર્ચ ૨૦૦૦ની છે. આજે જાપાનમાં બધા ઘરોમાં પેરૂના પાંદડાની ચા ઉકાળા તરીકે સેવન કરવામાં આવે છે.

આ માટે એક ગ્લાસ પાણીમાં પેરૂના પાંદડાને સારી રીતે ઉકાળી લો. ધ્યાનમાં રાખવું કે પેરૂના પાંદડાને સારી રીતે ધોઇને વાપરવા. ત્યાર પછી ચાની જેમ આનું સેવન કરવું. તમે ઇચ્છો તો ગળપણ માટે મધનો ઉપયોગ કરી શકો છો. દિવસ દરમિયાન ફકત બે કપ ચાનું સેવન કરવું. વધુ માહિતી માટે ડોકટરની સલાહ જરૂર લેવી.

ડિસ્કલેમર : સ્ટોરીની ટીપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. આ કોઇપણ ડોકટર કે મેડિકલ પ્રોફેશનલની સલાહ તરીકે ન લેવી. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડોકટરની સલાહ જરૂર લો.

(9:53 am IST)