દેશ-વિદેશ
News of Saturday, 25th January 2020

તુર્કીના પૂર્વ વિસ્તારમાં 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: મ્રુતકઆંક વધીને 18એ પહોંચ્યો: 550થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:તૂર્કીના પૂર્વ વિસ્તારમાં શુક્રવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના પગલે ઓછામાં ઓછા 18 જણ માર્યા ગયા હતા અને 550થી વધુને ઇજા થઇ હતી. દેશના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પહેલા મોટા આંચકા બાદ નાના નાના બીજા 35 આંચકા આવ્યા હતા અને જાનમાલની ભારે ખુવારી થઇ હતી.

                      દેશમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. વિવિધ સામાજિક સંસ્થા લોકોની વહારે ચડી હતી અને અસરગ્રસ્ત લોકોને ભોજન અને ઓઢવાના ધાબળા પૂરા પાડી રહી હતી. યૂરોપિયન-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે 5-55 વાગ્યે આવેલા મોટા આંચકાનું કેન્દ્ર ગજિયાંટેપ શહેરથી 218 કિલોમીટર દૂર ઇશાન ખૂણે 15 કિલોમીટરના વિસ્તારમાં હતું.

(5:01 pm IST)