દેશ-વિદેશ
News of Saturday, 25th January 2020

૧૦ વર્ષના છોકરાએ ૧૩ વર્ષની છોકરીને કરી દીધી પ્રેગ્નેંટ, ડોકટરોને નથી વિશ્વાસ

મોસ્કો, તા.૨૫: દેશ-દુનિયામાં કિશોર છોકરીઓને ગર્ભવતી થવાની અથવા માતા બનવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જો ૧૦ વર્ષનો બાળક પણ કોઇ ૧૩ વર્ષની છોકરીને પ્રેગ્નેંટ કરી શકે છે, તો તમે વિશ્વાસ કરી શકશો નહી. પરંતુ રૂસના આ અનોખા કેસે ડોકટરોને પણ વિચારવા પર મજબૂર કરી દીધા છે. બંને બાળકોએ એક ટીવી ચેનલ પર આવીને પોતાની આખી કહાણી સંભળાવી.

રશિયન કપલ ડારયા અને ઇવાન અલગ-અલગ સ્કૂલમાં ભણે છે. લગભગ એક વર્ષ કોમન મિત્ર દ્વારા zheleznogorsk શહેરમાં મળ્યા હતા. આ દરમિયાન બંને રિલેશનશિપમાં આવ્યા અને હવે ડારયા ૮ અઠવાડિયાથી પ્રેગ્નેંટ છે.

બાળક ઇવાનની તપાસ કરનાર એક પ્રમુખ રૂસી ડોકટર એવગેની ગ્રીકોવના અનુસાર 'દસ વર્ષના એક છોકરો શુક્રાણુનું ઉત્પાદન કરવા માટે યૌનરૂપથી અપરિપકવ છે. તે આ ઉંમરમાં પિતા ન બની શકે. જયારે છોકરીનું કહેવું છે કે તેનો બીજો કોઇ પાર્ટનર નથી. છોકરીની વાત એક સાઇકલોજિસ્ટે પણ સમર્થન કર્યું છે.

The Rossiya ૧ ચેનલના શો 'Father at 10?'માં દર્શકોની સામે ઇવાન અને ડારયાના માતા-પિતાએ બાળકોના મેડિકલ ટેસ્ટ પર પોતાની સહમતિ વ્યકત કરી.

છોકરાની માતા ગેલિનાને વિશ્વાસ છે કે તે સાચું કહી રહ્યો છે. તેમણે કહ્યું કે મને મારા પુત્ર પર વિશ્વાસ છે કે તે પિતા બન્યો છે. હું સમજુ છું કે તેને પોતે આ વાતનો અહેસાસ નથી કે શું થયું છે?

પ્રેંગનેટ છોકરી ડાયરાની માતા એલેનાનું કહેવું છે કે તે પુત્રીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પાળવા માંગે છે. તેમની પુત્રીએ પણ સંબંધનો સ્વિકાર કર્યો છે. તો બીજી તરફ તેમના ઘરવાળાઓને આતુરતાપૂર્વક બાળકોની આતુરતા છે.

(12:07 pm IST)