દેશ-વિદેશ
News of Tuesday, 24th November 2020

ચીને પોતાના યાંગ ઈ-5ને કર્યું ચંદ્ર પર રવાના:અંદાજે 4 દાયકા પછી પ્રથમવાર ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે

નવી દિલ્હી: ચીને પોતાના ચાંગ ઇ-5 (Chang'e-5) ચંદ્ર પર મોકલવા રવાના કરી દીધુ છે. આ ચીની અવકાશ યાન લગભગ 4 દાયકા બાદ પ્રથમવાર ચંદ્રની સપાટી પર ઉતરશે અને ત્યાંથી નમૂના લઇન પૃથ્વી પર પરત આવશે. આ અવકાશ યાનને ળઇને ચીનનું અત્યંત શક્તિશાળી અવકાશ યાન લાંગ ચાર્ચ-5 રોકેટ હેનાન પ્રાંતથી ભારતીય સમય મુજબ મંગળવારે વહેલી સવારે લોન્ચ કરાયુ છે.

           ચીન જો ચંદ્રની સપાટીની માટીના સેમ્પલ લેવામાં સફળ થશે તો તે તેની એક મોટી ઉપલબ્ધિ ગણાશે. ચીની અવકાશ યાન ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ પોતાનું એક લેન્ડર ત્યાં ઉતારશે. લેન્ડર ચંદ્રની જમીનનું ખોરદામ કરીને માટી અને ભેખડ કાઢશે. ત્યારબાદ આ સેમ્પલ લઇને એસેન્ડર પાસે જશે. એસેન્ડર સેમ્પલ લઇને ચંદ્રની સપાટી પરથી ઉડશે અને અવકાશમાં ચક્કર લગાવી રહેલ પોતાના મેન યાન સાથે જોડાઇ જશે.

(5:29 pm IST)