News of Friday, 24th September 2021
એરલાઇન્સ કંપની વિસ્તારા 7 નવેમ્બરથી દિલ્હી-પેરેસ વચ્ચેની સીધી ફ્લાઇટ શરૂ કરશે
નવી દિલ્હી: એરલાઈન્સ કંપની વિસ્તારાએ ૭ નવેમ્બરથી દિલ્હી અને પેરિસ વચ્ચે સીધી ફલાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ રૂટ પર વિસ્તારા બોઈંગ ૭૮૭-૯૦૦ (ડ્રીમલાઈનર) વિમાનનું સંચાલન કરશે. વિસ્તારાએ જણાવ્યું હતું કે દિલ્હી અને પેરિસ વચ્ચે અઠવાડિયામં બુધવાર અને રવિવાર એમ બે વખત સીધી ફલાઈટ રવાના થશે. પ્રવાસીઓને આ ફલાઈટનું ભાડું રૂપિયા ૧૯,૩૦૧ ચૂકવવૂ પડશે,જેમાં ફૂડ સર્વિસનો સમાવેશ છે. વિસ્તારાની આ ફલાઈટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
(6:08 pm IST)